
પાલનપુર: પાલનપુરના ભાગજ (જ)માં રેપ, અપહરણ અને ધર્મ પરિવર્તન કરાવવાનો ચકચારી કેસ સામે આવ્યો છે. ભાગળના રહેવાસી જાવેદ ઉસ્માન મુમને 22 વર્ષિય સગીરા સાથે શરીર સંબંધ બાંધીને તેને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાની ચકચાર માહિતી સામે આવી રહી છે. વિગતો અનુસાર, સગીરા સાથે રેપ કરીને તેને ત્રણ દિવસ સુધી એક ઘરમાં પૂરી રાખવામાં આવી હતી.
મળી રહેલી માહિતી અનુસાર, સગીરા ફેરીનો ધંધો કરતી હોવાથી તે જાવેદ મુમન સાથે સંપર્કમાં આવી હતી. જાવેદે પરિચય કેળવીને તેને પ્રેમજાળમાં ફસાવીને તેના સાથે લગ્ન કરવાની લાલચ આપીને અલગ-અલગ હોટલોમાં લઈ જઈને અવાર-નવાર શારીરિક શોષણ કરતો હતો. જોકે, એક દિવસ સગીરાને પાલનપુર બોલાવીને તે ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લેશે તો તે તેના સાથે લગ્ન કરી લેશે અને તેના પરિવાર સાથે ખુશીથી સાથે રહેશે. આ કામમાં જાવેદને તેની દિકરી અને પત્નીનો પણ પૂરો સાથ-સહકાર મળતો હતો.
એક દિવસ જાવેદ મુમન સગીરાને લગ્નની લાલચ આપીને પાલનપુર બોલાવીને લલચાવી-ફોસલાવીને પોતાની પત્ની નસીમ અને દિકરી નસરીન સાથે મળીને તેને પોતાના ઘરે ભાગળ (જ) લઈ જઈને સગીરા પોતાની સંમત્તીથી ઈસ્લામ ધર્મ અંગીકાર કરે છે, તેવો વીડિયો બનાવે છે. તે ઉપરાંત સગીરાને ઈસ્લામ ધર્મ અંગીકાર નહીં કરે તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને બુરખો પહેરાવી ત્રણેય જણા ત્યાંથી તેનું અપહરણ કરીને ઉનાવા લઈ જઈને લગ્ન કરવાની ના કહીને ફરીથી સગીરાને ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવીને બીજે કોઈ ઠેકાણે વ્યવસ્થા કરવાનું કહીને ઉનાવામાં ચાર દિવસ સુધી ગોંખી રાખે છે.
આમ પાલનપુરના ભાગળ(જ)ના રહેવાસી જાવેદ ઉસ્માન ભાઈ મુમન અને તેમની પુત્રી-પત્ની સામે પોલીસે ભારતીય ન્યાય સંહિલા 2023ની કલમ 64 (1), 137,127 અને 351(2) હેઠળ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રશંસનિય કામગીરી કરતાં ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને જેલના હવાલે કરી દીધા છે.