
પાલનપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં વિવાદિત ભાષણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કોઈ એક વિશેષ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. તે ઉપરાંત કાર્યક્રમ વિશે વધારે માહિતી મળી શકી નથી. પરંતુ તેનો એક વીડિયો વાયરલ થયો છે અને તેના સાથે થોડા કેપ્શન સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોમાં હિન્દુ-મુસ્લિમ કરવામાં આવ્યું છે તો વાયરલ થયેલા કેપ્શનમાં પણ કંઈક એવું જ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો મુદ્દો જ નફરત ફેલાવવાનો અને બે સમાજ વચ્ચે વૈમન્સ્ય ફેલાવવાનો હતો. ખરેખર તો કાર્યક્રમના આયોજક અને તેમાં ભાગ લેનારાઓ સામે ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ. કેમ કે કાર્યક્રમમાં ભારતની એકતા અને અખંડતા ઉપર સિધો પ્રહાર કરવામાં આવ્યો છે. પહેલગામ આતંકી ઘટનાનો ઉલ્લેખ કરીને મહિલા દ્વારા વીડિયોમાં કહેવામાં આવે છે કે, પાલનપુરના ઢાળવાસ અને ખોળાલીંમડાથી હિન્દુઓએ ખરીદી કરવી જોઈએ નહીં.
જણાવી દઈએ કે, બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ઢાળવાસ અને ખોળાલીમડા નામના બે માર્કેટ છે. આ બંને માર્કેટમાં અમદાવાદના લાલ દરવાજાની જેમ સસ્તી વસ્તુઓ મળે છે. તો બંને માર્કેટમાં મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો ધંધો કરે છે પરંતુ મુસ્લિમોની સંખ્યા વધારે છે. તેથી આ કાર્યક્રમમાં બંને માર્કેટમાં હિન્દુઓએ ખરીદી ન કરવાની સલાહ આપવામાં આવે છે.
હિન્દુ મુસ્લિમ કરતો વીડિયો વાયરલ pic.twitter.com/ZE6s36NwXR
— Gujarat times 24 (@tunvarM) June 21, 2025
તો મુખ્ય વાત તે છે કે, જેવી રીતે કાર્યક્રમમાં હિન્દુઓને મુસ્લિમોની દુકાનમાં ખરીદી ન કરવાની સલાહ આપવામાં આવે છે, તેવી જ રીતે સોશિયલ મીડિયામાં આ વીડિયોના કેપ્શનમાં પાલનપુરમાં આવેલા સ્વાગત મૉલમાં મુસ્લિમોએ ખરીદી ન કરવાની સલાહ આપવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમના દાંતા સ્વાગત મોલના માલિક હોવાના કારણે તેમના મોલમાંથી મુસ્લિમોએ ખરીદી કરવી જોઈએ નહીં.
આ વાયરલ વીડિયોને જોયા પછી આઝાદ ગુજરાતે સ્વાગત મૉલના માલિક ડાહ્યાભાઈ પટેલનો સંપર્કે કર્યો તો તેમને આ કાર્યક્રમ વિશે કોઈ જાણકારી જ નહતી. ડાહ્યા ભાઇ કહ્યું કે, હું આ કાર્યક્રમ વિશે કંઈ જ જાણતો નથી, તો આનો દાંતા કેવી રીતે હોઈ શકું છું. આ કાર્યક્રમ ક્યારે આયોજિત થયો તેના વિશે પણ મને ખ્યાલ નથી. તો સોશિયલ મીડિયા ઉપર સ્વાગત મૉલના માલિક સામે નફરત ફેલાવતા કાર્યક્રમના આયોજનના દાંતા હોવાનું કેપ્શન આપીને મુસ્લિમ ગ્રુપોમાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.
આ સાથે જ સ્વાગત મૉલમાંથી ખરીદી ન કરવાની મુસ્લિમ સમાજના લોકોને અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ સ્વાગત મૉલના માલિકને પાલનપુરમાં આયોજિક નફરત ફેલાવનાર આયોજનથી અજાણ હતા. તો બીજી તરફ આતંકવાદીઓ સાથે લોકલ મુસ્લિમોની સરખામણી કરતાં પાલનપુર સહિત બનાસકાંઠા મુસ્લિમ સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.
ઉલ્લેખનિય છે કે, પહેલગામ આતંકી હુમલા પછી ભારત સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતુ કે, આતંકવાદીઓ દ્વારા ભારતની એકતા ઉપર પ્રહાર કરવાની કોશિશ કરવામાં આવી છે. જોકે, તેઓ તેમની કોશિશમાં નિષ્ફળ થયા છે. ભારત સરકારે પણ પોતાના સત્તાવાર નિવેદનમાં સ્વીકાર્યું છે કે, પાકિસ્તાન ભારતમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે નફરત ઉભી કરીને પોતાના રોટલા શેકવા માંગી રહ્યું છે.
અપડેટ- પાલનપુરની કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં મુસ્લિમો સામે નફરત ફેલાવવામાં આવી હતી. આ વીડિયો પછી એવું લાગી રહ્યું છે કે, પાકિસ્તાન ભારતમાં નફરત ફેલાવવામાં સફળ થયું છે. બાળકોમાં સંસ્કારોના સિંચન કરવામાં મહિલાઓ મોટી ભૂમિકા ભજવે છે. આ વચ્ચે મહિલા સંમેલનમાં જ નફરત ફેલાવવામાં આવી હોવાનું પ્રથમ વખત જોવા મળ્યું છે. મહિલા સંમેલનમાં નફરત ફેલાવનાર મહિલાઓ પોતાના ઘરના બાળકોના મગજમાં પણ બીજા ધર્મના લોકો વિશે નફરતનું જ સિંચાઇ કરશે. તેવામાં એકતા અને શાંતિ કેવી રીતે સ્થાપિત થશે.