
- અમદાવાદ: નરોડમાં ઈશ્વરની કૃપાથી બધું ચાલે હો ભાઈ… દેશી દારૂના પીઠાથી લઈને અનાજ માફિયાઓનું સામ્રાજ્ય
અમદાવાદ શહેરમાં કાયદો કાયદાનું કામ ન કરતો હોય તેવું સાબિત નરોડા વિસ્તારે કરી દીધું છે. કાયદાના રક્ષક સમાન પોલીસની હાજરી હોવા છતાં અમદાવાદના નરોડામાં દૂષણોની લાઈન લાગી છે. નરોડા વિસ્તારમાં, દારૂ, જૂગાર સહિત અનાજ માફિયાઓનો ખુલ્લો સામ્રાજ્ય જોવા મળે છે. તેથી નરોડામાં જનતાની સુરક્ષાના પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં ગેરકાયદેસર કામોની ભરમાર લાગી છે. આ ક્રિમિનલ પ્રવૃત્તિઓ થવા પાછળ ઈશ્વરની કૃપા જવાબદાર છે. નરોડા વિસ્તાર ક્રિમિનલ એક્ટિવિટીમાં ઓલ રાઉન્ડર બની રહ્યું છે. નરોડામાં સરકારી અનાજને સગેવગે કરવાનો સૌથી મોટો વેપલો ચાલી રહ્યો છે. પોલીસના વિશ્વસનિય સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, નરોડામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પાછળ વહીવટદાર ઇશ્વરની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
નરોડા વિસ્તારમાં વહીવટદાર ઇશ્વર દ્વારા અંગ્રેજી અને દેશી દારૂના વેપલાને ખુલ્લી પરવાનગી આપેલી છે. તો અનાજ માફિયાઓનું તો એક સામ્રાજ્ય જ ઉભું થઈ ગયું છે. જે આખા અમદાવાદમાંથી સરકારી અનાજ ઉઘરાવવાનું કામ ખુબ જ જોરશોરથી કરી રહ્યા છે. આખા અમદાવાદમાં નરોડા અનાજ માફિયાનું હબ બની ગયું છે. તે પાછળ ઇશ્વરની કૃપા જ જવાબદાર છે. ગરીબનું કોળિયું અનાજ માફિયા ચાઉં કરી રહ્યા છે.
આ બધા જ ધંધા એકદમ વ્યવસ્થિત રીતે મેનેજ કરીને નરોડા પોલીસ સ્ટેશનના વહીવટદાર ઇશ્વર કરી રહ્યો છે. નરોડામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આગામી લેખમાં પ્રકાશિત કરવામાં આવશે. જેમાં અનાજ માફિયાથી લઈને દારૂ, જૂગાર સાથે જોડાયેલા મોટા માથાઓ વિશે ખુલાસો કરવામાં આવશે. તો વાંચતા રહો આઝાદ ગુજરાત…